દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ એક મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી
દેશી ગાય સહાય યોજના : ગુજરાત સરકારે પોતાની એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ રૂપિયા 900/-ની સહાય પ્રતિ માસ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
દેશી ગાય સહાય યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નવતર કાર્યક્રમો, યોજનાઓ અને અભિયાન અમલમાં મુકયા છે જે પૈકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
How To Get Bank Of Baroda Personal Loan
કેટલી સહાય મળશે
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂપિયા 900/- પ્રતિમાસ વાર્ષિક રૂ. 10,800/-ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવામાં આવશે.
આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.
સહાયમાટે યોગ્યતા માપદંડ
જોઈએતો, અરજદાર ખેડૂત અરજીના સમયે આઈડંટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે.
ડોક્યુમેન્ટ:
- આધાર કાર્ડ
- 7/12 8-અ ના ઉતારા
- બેન્ક પાસબૂક
- રાશન કાર્ડ
- જાતિ નો દાખલો
- ગાય નો ટેગ નંબર
- દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેનો દાખલો.
અરજી કેમ કરવા માટેની રીત
- Ikhedut Portal પર જાઓ
- યોજના ના વિકલ્પ માં અન્ય યોજનાઓ પૈકી આત્માની પ્રાકુર્તિક યોજનાઓ પર ક્લિક કરો
- માંગવામાં આવેલી તમામ માહિતી ભરી ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
- દસ્તાવેજો અપલોડ કર્યા બાદ આવેદન સબમિટ કરી દો.
PM Kisan 13th Installment Date Release 2023
કેવા ખેડૂતને આ સહાય મળવા પત્ર છે?
જે ખેડૂત ગાય આધારિત ખેતી કરતો હોય તેને આ યોજનાની સહાય મળવા પત્ર છે.
.આ યોજના હેત્યહાલ કેટલી સહાય મળવા પાત્ર છે ?
આ યોજના હેઠળ દર મહિને 900 રૂપિયા જેટલી રકમ મળવા પત્ર છે.
આ યોજના માટે અરજી કરવા કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
આ યોજનાની અરજી કરવા માટે ikhedut portal વેબસાઇટનો ઉપયોગ થાય છે.