7th Pay Commission: હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છ
મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી વધારવામાં આવ્યું છે.
મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.
મોંઘવારી ભથ્થા વધારો ન્યુઝ વાચવા માટે અહીં ક્લિક કરો
મોંઘવારી ભથ્થા વધારાં બાદ તમારો પગાર કેટલો થશે જોવા માટે અહી ક્લિક કરો
માર્ચ મહિનામાં પગાર વધીને આવશે
ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. માર્ચ મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. તેમજ છેલ્લા બે મહિનાનું એરિયર્સ પણ માર્ચ મહિનાના પગાર સાથે મળવાની અપેક્ષા છે. સરકારી પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયથી 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
જાણો કેટલો ફાયદો થશે
ધારો કે કોઈ કર્મચારીનો વર્તમાન પગાર 50,000 રૂપિયાની આસપાસ છે. જેના પર તેને હાલમાં 46 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. તેમને દર મહિને 23,000 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. પરંતુ મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થયા બાદ 25,000 રૂપિયા પ્રતિ માસ મોંઘવારી ભથ્થું મળશે. મતલબ કે તમને 24,000 રૂપિયાનો વાર્ષિક નફો થશે.
2024 નું જાહેર રજા, મરજિયાત રજા લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
જાણો કેટલો ફાયદો થશે
ધારો કે કોઈ કર્મચારીનો વર્તમાન પગાર 50,000 રૂપિયાની આસપાસ છે. જેના પર તેને હાલમાં 46 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. તેમને દર મહિને 23,000 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. પરંતુ મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થયા બાદ 25,000 રૂપિયા પ્રતિ માસ મોંઘવારી ભથ્થું મળશે. મતલબ કે તમને 24,000 રૂપિયાનો વાર્ષિક નફો થશે.
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને 1 લાખ રૂપિયા છે, જેના પર તેને 46 ટકા મોંઘવારી પ્રમાણે 46,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. પરંતુ હવે તમને 50,000 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે તમને દર મહિને 4,000 રૂપિયા વધુ પગાર મળશે. કર્મચારીઓને વાર્ષિક ધોરણે 48,000 રૂપિયાનો લાભ મળશે.
નવી સરકાર હવે મોંઘવારી ભથ્થામાં વધારો કરશે
હાલમાં જાન્યુઆરીથી જૂન સુધીના અડધા વર્ષ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. પરંતુ લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના બાદ નવી સરકાર જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે.