તૈકતે વાવાઝોડાં બાદ હવે Yass વાવાઝોડું છે તૈયારીમાં બંગાળની ખાડી માં શરૂ થયું લો પ્રેશર.જુઓ Live
અરબી સમુદ્ર માંથી શરૂ થયેલા તૈકત વાવાઝોડા એ મહારાષ્ટ્ર,ગુજરાત સહિત ઘણા બધા વિસ્તાર માં ભારે તબાહી મચાવી હતી. ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ભારે નુકશાન કર્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ખેડૂતો નાં પાક ને ભારે નુકશાન કર્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો. Taikate વાવાઝોડાં એ જાનહાનિ ઓછી કરી હતી પરંતુ આર્થિક રીતે ઘણું બધું નુકશાન થયું છે ખેડૂતો નાં પાક તેમજ કેરી અને નારિયેળ નાં ઝાડ ભાંગી નાખ્યા હતા.
ટૌકતે વાવાઝોડું હજુ રાજસ્થાનમાં પહોચ્યું છે હજુ સુધી સાંત પણ પડ્યું નથી તેવામાં બંગાળ ની ખાડી માં ફરીથી લો પ્રેશર શરૂ થયું છે. અને આ વાવાઝોડું 23 મે થી ફરીથી શરૂ થશે. અને આ વાવાઝોડા નું નામ YASS વાવાઝોડું રાખવામાં આવ્યું છે.
ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના
બંગાળ ની ખાડી માં શરૂ થયેલું લો પ્રેશર લગભગ 23 મે થી અસર શરૂ થશે અને 26 મે સુધી માં ઓરિસ્સા નાં ભૂનેસ્વર માં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ધી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ imd નાં સિનિયર અધિકારી દ્વારા જણાવામાં આવ્યું છે કે આ સપ્તાહ નાં અંતમાં દક્ષિણ બંગાળ ની ખાડી માં વધુ એક લો પ્રેશર સિસ્ટમ શરૂ થઈ રહી છે. અને આ સિસ્ટમ ની અસર 23 મેં થી જોવા મળશે. Imd વિભાગ દ્વારા આ નવી સર્જાતી સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અને આ વાવાઝોડુ ઓરિસ્સા નાં ભુનેસ્વર માં 26 મે સુધીમાં ત્રાટકી શકે છે. અને આ વાવાઝોડા નું નામ YASS રાખવામાં આવ્યું છે.
YASS વાવાઝોડું લાઈવ જોવા માટે – અહી ક્લિક કરો
વાર્ષિક અભ્યાસ ને ધ્યાનમાં લઈ ને બંગાળ ની ખાડી અને અરબી સમુદ્રમાં માં વર્ષ મા લગભગ પાંચ જેટલા વાવાઝોડા ઉત્પન્ન થતાં હોય છે . જેમાંથી બંગાળ ની ખાડી માં ચાર ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે. અને અરબી સમુદ્ર કરતા વધુ ત્રીવ અને ગરમ હોય છે.
વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?
કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.
પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે, જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.
સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.
શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?
વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.
જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.
તૈકતે વાવાઝોડાં બાદ હવે Yass વાવાઝોડું છે તૈયારીમાં બંગાળની ખાડી માં શરૂ થયું લો પ્રેશર.જુઓ Live