Chandr Grahan 2023: ચંદ્ર ગ્રહણ 2023: Lunar Eclipse 2023: ચંદ્ર ગ્રહણ પૂનમ ના દિવસે થાય છે અને સૂર્ય ગ્રહણ અમાસના દિવસે થાય છે. 2023 ના વર્ષમા કુલ 4 ગ્રહણ થવાના છે જેમા 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ છે. વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રીલે થયુ હતુ જે ભારતમા જોવા મળ્યુ નહોતુ. હવે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ થોડા દિવસોમા થવા જઇ રહ્યુ છે. ત્યારે ચાલો જાણીએ કે આ ચંદ્ર ગ્રહણ ક્યારે થવાનુ છે ? ક્યા કયા દેશોમા દેખાશે અને કઇ રાશી પર શું અસર પડવાની છે?
Chandr Grahan 2023
જ્યોતિષશાસ્ત્રમાં અને ખગોળવિજ્ઞાનમા ગ્રહણનું ઘણુ મહત્વ જણાવવામાં આવેલ છે. વર્ષ 2023માં કુલ 4 ગ્રહણ થવાના છે, જેમાં પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રીલે થઇ ચૂક્યું છે, જે ભારત માં ક્યાય જોવા મળ્યુ દેખાયું નહોતુ. હવે જલ્દી જ 2023 ના વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાનો મતલબ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવાનુ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ચંદ્રગ્રહણ ની પ્રક્રિયા જોઇએ તો ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જયારે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય ની વચ્ચે આવે છે. હિન્દુ ધર્મમાં પુરાણો અનુસાર રાહુ ચંદ્રને ગ્રસિત કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પહેલા સૂતક કાળ હોય આવે છે. ચંદ્રગ્રહણ પહેલા લાગવા વાળા સૂતકનો સમય ધર્મમા અશુભ માનવામાં આવે છે. , વર્ષનું પહેલું ચંદ્રગ્રહણનો સમય, સુતક કાળ અને આ ક્યાં દેખાશે તેની માહિતી મેળવીએ.
Lunar Eclipse 2023
વર્ષ 2023નું આ પ્રથમ ચંદ્રગ્રહણ શુક્રવાર, 5 મે 2023ના રોજ ભારતીય સ્માય મુજબ રાત્રે 8:45 વાગ્યે શરૂ થવાનુ છે અને મોડી રાત્રે 1:00 વાગ્યે સમાપ્ત થવાનુ છે. આ ચંદ્રગ્રહણ ની છાયા ચંદ્રગ્રહણ હશે. આ દિવસે વૈશાખ પૂર્ણિમા પણ છે. જેને આપણે બુદ્ધ પૂર્ણિમાના તરીકે પણ કહીએ છીએ. ચંદ્રગ્રહણનો પરમગ્રાસ સમય રાત્રે 10:53 કલાકે છે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થઇ જશે પરંતુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનુ નથી, તેથી તેનો સુતક સમયગાળો પણ ભારતમા પાળવાનુ નથી.
ચંદ્રગ્રહણ સમય
ઉપછાયા સમયગાળો – 04 કલાક 15 મિનિટ 34 સેકન્ડ
ઉપછાયા ચંદ્રગ્રહણની પરિમાણ- 0.95
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ક્યાં-ક્યાં દેશોમા દેખાશે?
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. તેનો અર્થ એ છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર માત્ર એક તરફ હોવાને કારણે આ ગ્રહણ ભારત સિવાય અન્ય ઘણી જગ્યાએથી લોકો જોઈ શકશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળવાનુ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |