New Parliament Building

New Parliament Building: નરેન્દ્ર મોદી 28 મે ના રોજ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ઘાટન, જાણો કેવી સુવિધા ધરાવે છે;

New Parliament Building: આપણાં દેશના લોકસભાના અને રાજ્ય સભાના સભ્યો અને રાષ્ટ્રપતિ મળી ને સંસદ બનાવે છે. તેમાં મહત્વની બેઠકોનું નિર્માણ થઈ છે. કાયદા બનાવવા, અન્ય પ્રશ્નોનું નિરાકરણ વગરે બાબતોની ચર્ચા આ સંસદમાં કરવામાં આવે છે. ત્યારે હાલ દિલ્હીમાં આવેલ સંસદ ભવન એકદમ જૂનું અને નાનું હોવાને કારણે આપણાં દેશના વડાપ્રધાન દ્વારા 10 ડિસેમ્બર 2020 ના રોજ નવા સંસદભવન નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જે હવે આ અતિ આધુનિક સંસદ ભવન તૈયાર થઈ ગયું છે. જેનું ઉદ્ઘાટન 28 મે 2023 ના રોજ થશે.

કેટલા સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા છે?

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના New Parliament Buildingનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી લોકસભા speaker ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેએ સરકારને સંસદ માટે નવી ઇમારતના નિર્માણ માટે ની રજૂઆત કરી હતી. ત્યાર બાદ 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. સંસદનું નવા નિર્માણ પામેલા ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સંસદ ભવન ચાર માળના 1224 સાંસદો સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે.

આ પણ વાંચો: વર્ગ 3 ના ભરતી નિયમો મા મોટો બદલાવ, હવે આપવી પડશે 2 પરીક્ષા

TATA કંપની ને કોન્ટ્રાક્ટ મળ્યો હતો

જ્યાં જૂનું સંસદ ભવન પરિસર હતું ત્યાં જ સંસદની નવી બિલ્ડીંગનુ પણ નિર્માણ થશે. ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. નવા સંસદ ભવનનું નિર્માણ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન HCP ડિઝાઇન, Architect Proprietor Planning & Management Pvt ના બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, India Gate ની આસપાસ 10 જેટલી ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.

શું કાર્ય હશે?

હવે સંસદનું નવું ભવન ભારતની ભવ્ય લોક તાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે. આ સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સભ્યોને તેમનું કામ વધુ સારી રીતે કરવામાં પણ મદદ કરશે.

નવા સંસદને paperless બનાવશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ નવા ભવનમાં સંસદ સભ્યો માટે Lounge, Library, સમિતિ રૂમ અને જમવા માટેનો રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે જેથી સંસદને પેપર લેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. તેને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત

સુરક્ષા માટે ની વ્યવસ્થા

New Parliament Building ભવન માટે Marshall પાસે નવો ડ્રેસ હશે. અહીં સુરક્ષા માટે કડક અને નવેસરથી વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે માર્ચના છેલ્લા અઠવાડીયા માં PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું અચાનક નિરીક્ષણ કર્યું હતું અને અહીં ચાલી રહેલા કામ અંગે પૂછતાછ કરી હતી. નવા સંસદભવનમાં એક કલાકથી વધુ સમય રોકાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી હતી.

નવા સંસદ ભવનની સુવિધા

સંસદની હાલની બિલ્ડીંગમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 માનનીય સભ્યોની બેઠકની જોગવાઈ છે. ભવિષ્યની તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવા બિલ્ડીંગમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર માત્ર લોકસભા ચેમ્બરમાં જ યોજાશે. સંસદના સભ્યો માટે એક Lounge, library, several committee rooms, dining area અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
New Parliament Building
New Parliament Building

નવા સંસદ ભવન નું ઉદ્ઘાટન કોના હસ્તે થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે

નવા સંસદ ભવન નું ઉદ્ઘાટન ક્યારે થશે?

28 મે 2023 ના રોજ

નવા સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપની ને મળ્યો હતો?

TATA કંપની ને

નવા સંસદ ભવન નો શીલા ન્યાસ ક્યારે થયો હતો?

10 ડિસેમ્બર 2020 ના રોજ

નવા સંસદ ભવનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલી વધુ બેઠક ની વ્યવસ્થા કરવામાં આવી છે?

લોકસભા માં 888 અને રાજ્ય સભામાં 384 બેઠકો

Leave a Reply