Talati Call Letter 2023

Talati Call Letter 2023: તલાટી કોલ લેટર 2023 @OJAS , જાણો તમારે ક્યા પરીક્ષા આપવા જવાનુ છે

Talati Call Letter 2023: તલાટી કોલ લેટર 2023: ઓજસ તલાટી કોલ લેટર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ યોજાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે મંડળ તરફથી ઓફીસીયલ સૂચનાઓ બહાર પાડવામા આવી છે. ચાલો જાણીએ Talati Call Letter 2023 કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે.

Talati Call Letter 2023

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાતલાટી મંત્રી
આર્ટીકલ પ્રકારપરીક્ષા કોલ લેટર
OJAS કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ27-4-2023 થી

જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-મે-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

આ પણ વાંચો; Whatsapp New Feature: હવે 4 ફોનમા ચાલશે 1 જ વોટસઅપ,આવ્યુ નવુ ધમાકેદાર ફીચર

  • જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષાની તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

તલાટી પરીક્ષા ક્નફર્મેશન

તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હતુ તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગે છે તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન ઓનલાઇન માંગવામા આવેલ હતુ. ઓજસ વેબસાઇટ પર આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન આપેલ છે. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો જ તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી શકસે અને તલાટી પરીક્ષા આપી શકસે.

Talati Exam Hall Ticket 2023

તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
  • તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી

આ પણ વાંચો; Chandr Grahan 2023: ક્યારે છે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, ક્યા ક્યા દેશોમા દેખાશે ? કઇ રાશી પર શું અસર પડશે ?

તલાટી પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ

  • ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • જે ઉમેદવારે ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની તા.૦૭/૦૫/૨૦૨૩ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન સંમતિ ફોર્મ ( Consent form ) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો આ પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
  • ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પૂરાવા સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.

તલાટી પરીક્ષા હેલ્પલાઇન નંબર

તલાટે પરીક્ષા બાબતે પરીક્ષા કેન્દ્ર બાબતે કઇ પુછપરસ માટે જરૂર પડે તો જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ કરવા બાબતે આનુષાંગિક પુછપરછ માટે રાજયનો હેલ્પલાઇન નંબર આપવામા આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • હેલ્પલાઇન નંબર:- (૧) ૮૭૫૮૮૦૪૨૧૨ (૨) ૮૭૫૮૮૦૪૨૧૭

તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર pdfઅહિં ક્લીક કરો
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Talati Call Letter 2023
Talati Call Letter 2023

FaQ’s

તલાટી પરીક્ષા કઇ તારીખે યોજાશે ?

તલાટી પરીક્ષા તા. ૭-૫-૨૦૨૩ ના રોજ યોજાશે.

તલાટી પરીક્ષા ના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?

OJAS વેબસાઇટ

તલાટી પરીક્ષા ના કોલ લેટર કયારે ડાઉનલોડ થશે ?

તલાટી પરીક્ષા ના કોલ લેટર તા. 27-4-2023 થી ડાઉનલોડ થશે.

તલાટી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર શુંં છે ?

૮૭૫૮૮૦૪૨૧૨
૮૭૫૮૮૦૪૨૧૭

Leave a Reply