Tat exam syllabus

Tat exam syllabus: શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો સીલેબસ,હવે શિક્ષક બનવા આપવી પડશે 2 પરીક્ષા

Tat exam syllabus: શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો સીલેબસમાં હાલજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષક બનવા માગતાં ઉમેદવારોએ પરિક્ષાની તૈયારી કરવા માટે તેમનો અભ્યાસ ક્રમ જાણતા હોવા જોઇયે કારણકે તે મુજબ યોગ્ય સમય અનુસાર સારી રીતે તૈયારી કરી શકાય છે.

Tat exam syllabus

નવી શિક્ષણ નિતી અનુસાર હવે Tat પરીક્ષા 2 સ્ટેજમા લેવામા આવશે. જેમા પ્રથમ પ્રીલીમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામા આવશે. ચાલો જોઇએ

TAT PRELIMINARY EXAM SYLLABUS

Tat exam syllabus શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો અભ્યાસક્રમમાં 200 માર્કસની MCQ પરીક્ષા હશે જેમાં 100 માર્કસ પ્રથમ ભાગ તમામ ઉમેદવારોને સરખો રહેશે.અને બીજો 100 માર્કસનો ભાગ જે ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યામાં દર્શાવ્યો હશે તે મુજબનો રહેશે.

આ પણ જુઓ:ગુજરાત હાઇકોર્ટમા ગ્રેજયુએટ માટે 1778 જગ્યા પર ભરતી

Tat exam syllabus: પ્રથમ વિભાગ 100 ગુણ

સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (20 પ્રશ્નો 20 ગુણ)

બંધારણ ની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહો.

શિક્ષક અભિયોગ્યતા ( 35 પ્રશ્નો 35 ગુણ)

  • શિક્ષણની ફિલસૂફી (10 પ્રશ્નો 10 ગુણ)

કેળવણીના હેતુઓ,કેળવણીના સ્વરૂપો,શિક્ષણની વિચારધારા

  • શૈક્ષણિક મનોવિજ્ઞાન (15 પ્રશ્નો 15 ગુણ)

વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતીઓ, વૈયક્તિક ભિન્નતાઓ,અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ-મનોવલણ, અભિયોગ્યતા

  • વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (10 પ્રશ્નો 10 ગુણ)

વર્ગવ્યવહાર, મૂલ્યાંકન અને આકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેક્નોલોજી, ક્રિયાત્મક સંશોધન

તાર્કિક અભિયોગ્યતા (15 પ્રશ્નો 15 ગુણ)

  • ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય
  • અંગ્રેજી ભાષાની જાણકારી

આ પણ જુઓ: બેન્ક ઓફ બરોડામાં ભરતી

વિભાગ 2 ખાસ વિષયની કસોટી (100 પ્રશ્નો 100 ગુણ)

  • વિષય વસ્તુ (80 પ્રશ્નો 80 ગુણ)

સબંધિત વિષયના ધોરણ 9 અને 10 ના ગુજરાત રાજ્યના પાઠયપુસ્તક અભ્યાસક્રમ

પરિક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.

  • વિષયવસ્તુ પદ્ધતિના પ્રશ્નો (20 પ્રશ્નો 20 ગુણ)

TAT MAINS EXAM SYLLABUS

TAT PRELIMINARY પરીક્ષામાં cut off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મેન્સ પરીક્ષા યોજસે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. તેનું માળખું નીચે મુજબ હશે.

ભાષા ક્ષમતા

પ્રશ્નપત્ર-1

  • ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) 100 ગુણ (અથવા)
  • હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) 100 ગુણ (અથવા)
  • અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) 100 ગુણ

પ્રશ્નપત્ર-2

વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 100 ગુણ

TAT MAINS EXAM TIME

પ્રશ્નપત્ર-1 માં 100 ગુણ માટે 150 મિનિટ તથા

પ્રશ્નપત્ર-2 માં 100 ગુણ માટે 180 મિનિટ

અગત્યની તારીખો

ક્રમવિગતતારીખ (સમયગાળો)
1જાહેરનામું બહાર પડયા તારીખ01/05/2023
2ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ02/05/2023 થી 20/05/2023
3ફી ભરવાનો સમયગાળો02/05/2023 થી 20/05/2023
4પ્રાથમિક પરીક્ષા તારીખ (PRELIMINARY EXAM)04/06/2023
5મુખ્ય પરીક્ષા તારીખ (MAINS EXAM)18/06/2023

TAT Important Link

TAT Online Form Ojasઅહીં ક્લિક કરો
TAT Recruitment 2023 નોટીફીકેશન PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Tat exam syllabus
Tat exam syllabus

TAT પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ શું છે ?

02/05/2023 થી 20/05/2023

Leave a Reply