વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: vrudhdh pension yojana form: ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામા આવતી હોય છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવામા આવતી હોય છે. આજે આપણે વૃદ્ધો માટે આપવામા આવતી વૃદ્ધ પેંશન યોજના સહાયની માહિતી મેળવીશુ. તેમા કયા કયા ડોકયુમેન્ટ જોઇએ, ફોર્મ ક્યા ભરીને આપવાનુ વગેરે માહિતી મેળવીશુ.
વૃદ્વ સહાય યોજના
યોજનાઓ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના |
સહાય | વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ |
નિયત ઉંમર | 60 વર્ષથી વધુ |
સહાય ની રકમ | રૂ.1000 થી રૂ.1250 દર મહિને |
સંપર્ક ક્ચેરી | મામલતદાર કચેરી |
ફોર્મ | કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી/ગ્રામ પંચાયત |
અરજી મોડ | ઓફલાઇન/ઓનલાઇન |
ઓફીસીયલ માહિતી વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
વૃદ્ધ પેન્શન સહાય યોજના મા 2 યોજનાઓ અંતર્ગત વૃદ્ધો ને સહાય આપવામા આવે છે.
- ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) યોજના Indira Gandhi National Old Age Pension Scheme – (IGNOAPS)
- નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)
આ બન્ને યોજનાઓ મા શું પ્રોસેસ હોય અને કયા ડોકયુમેન્ટ જોઇએ જેવી માહિતી આપણે મેળવીશુ.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
આ યોજનામા મળતા વૃદ્ધ પેન્શન સહાયની માહિતી નીચે મુજબ છે.
પાત્રતા લાયકાત
- આ સહાય યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો ને જ મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ મેળવવા ગરીબી રેખાની યાદી એટલે કે BPL લીસ્ટમાં 0 થી 20 સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય હોવો જોઇએ.
મળતી સહાય
આ યોજનામા 60 થી 79 વર્ષની ઉંમરના વૃદ્ધ લાભાર્થીને રૂ.1000 /- અને 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને રૂ. 1250/- દર મહિને વૃદ્ધ પેંશન ચુકવવામાં આવે છે.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ની સહાય મેળવવા માટે એક અરજીફોર્મ ભરવાનુ હોય છે. જે નીચેની રીતે તમે મેળવી શકો છો.
- જિલ્લા ની કલેકટર કચેરી પરથી
- તાલુકાની મામલતદાર કચેરીએથી
- જો ગ્રામ્ય વિસ્તારમા રહેતા હોય તો V.C.E. દ્વારા ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- આ ઉપરાંત નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકસો.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- આ પોસ્ટમા નીચે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરવા ની લીંક પણ આપેલ છે.
વૃદ્ધ પેન્શન યોજના ડોકયુમેન્ટ
આ યોજનામા ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂર પડે છે.
- ઉંમર બાબતની સાબિતી માટેનું પ્રમાણપત્ર અથવા લીવીંગ સર્ટી. અથવા ડોક્ટરશ્રી દ્વારા ઉંમર માટે આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.( આ પૈકી કોઇ પણ એક)
- લાભાર્થીનુ ગરીબી રેખાની BPL યાદી મા નામ હોવા બાબતનુ પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અથવા પોસ્ટ ઓફીસ ખાતાની નકલ
આ પણ વાંચો: Funny Face Swap Videos -કોઈપણ વિડિયો પર તમારો ફોટો કે ચહેરો કેવી રીતે મૂકવો? – Replace Face in video
અરજી ફોર્મ ક્યા આપવુ
વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરી સાથે જરૂરી ડોકયુમેન્ટ જોડીને જે તે જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર પર, અથવા મામલતદાર કચેરી એ આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ થી ગ્રામ પંચાયતથી www.digitalgujarat.gov.in વેબસાઇટ ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના
આ યોજના ગુજરાત રાજય સરકાર દ્વારા ચલાવવામા આવે છે. આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો ને પેંશન સહાય આપવામા આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.
કોને લાભ મળે
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃદ્ધો ને આ સહાય મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
- અશક્ત- દિવ્યાંગ વૃદ્ધ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમર હોય.
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
- આવક મર્યાદા ની વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
- આ યોજનાના લાભાર્થી ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.
- ૬૦ થી વધુ ઉંમરના દંપતી / બન્ને વૃદ્ધો ને આ યોજના અંતર્ગત લાભ મળે છે.
જરૂરી ડોકયુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.
- ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(લીવીંગ સર્ટી.) અથવા ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ ઉંમર અંગેનુ પ્રમાણપત્ર.
- નિયત અધિકારીનો આવકનો દાખલો.
- દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- બેન્ક અથવા પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
- રેશનકાર્ડ ની નકલ
વૃદ્ધ સહાયની રકમ
આ યોજનામા 60 થી 79 વર્ષ સુધીના વૃદ્ધ લાભાર્થીને રૂ. 1000/- અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને રૂ. 1250/- ની માસિક સહાય સીધી તેના બેંક એકાઉન્ટ મા સીધી ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: Download Birth / Death Certificate Online
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
આ યોજના માટેનુ ફોર્મ કલેકટર કચેરી, મામલતદાર કચેરીએ થી વિનામૂલ્યે મેળવી શકો છો. ગ્રામ્ય કક્ષાએથી V.C.E. મારફત ઓનલાઇન અરજી પણ કરી શકો છો. તથા આ પોસ્ટમા નીચે ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક પણ આપેલી છે. વૃદ્ધો માટે આ ખૂબ જ સારી યોજના છે. જેનો તમારા નજીકના વૃદ્ધો ને લાભ મળે તે માટે જાણ કરો.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ લીંક
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના માહિતી | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના માહિતી સાઇટ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
કઇ યોજનાઓ મા વૃદ્ધ પેન્શન આપવામા આવે છે ?
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
I prakash laxmi narayan panchal now my age 70 years there is noany othre incom at all my misses was dath lost 17/2/2022/ now Iam only singal soplese grant me govt.penson.thank you sir. your faithfuli.prakash l panchal.