Miyazaki Mangos

Miyazaki Mangos: જાપાનમા થતી વિશ્વની સૌથી મોંઘી કેરી,2 કિલો કેરીમાં ફોર વ્હીલ આવી જાય;

Miyazaki Mangos: The most expensive mango: કેરીને એટ્લે ફળોનો રાજા કહેવામા આવે છે. ઉનાળા શરૂઆતથી દેશમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે વિશ્વમાં ભારત દેશને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે. અને આપણા ભારત દેશમાં ઉત્પાદન કરતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. ભારત દેશમાં થતી દશેરી,લંગડા અને આલ્ફોન્સોથી લઈને બંબૈયા સુધીની મીઠાસ વિશ્વભરમાં ફેલાવે છે. પણ, હવે કેરીની નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ છે, જેને વિશ્વની સૌથી મોંઘી કેરી તરીકે ઓળખવામાં આવી રહી છે. જેની કિંમત માતો એક નવી કાર આવી જાય એટલી છે. miyazaki mango price

મિયાઝાકી કેરી

ગજબ ની મોંઘી કેરી: આપણાં ભારત દેશમાં હાલ મોંઘવારી ખૂબ વધી રહી છે, એટલે ભારતના 99.99 ટકા લોકો પાસે આ કેરી ખરીદવાની ક્ષમતા નથી તેમ કહી શકાય. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે કારણ કે, આર્થિક રીતે પૈસાદાર લોકોના પરિવારો પણ આખા ઉનાળાની સિઝનમાં આ કેરીઓ ખાઈ શકતા નથી. કારણ કે આ કેરી હટકે અને ખૂબ મોંઘી છે. આ કેરીની કિંમત વિશ્વના ખૂબ જ અતિ પૈસાદાર લોકોનું ફળ બનાવી દીધું છે. ત્યારે તેની ખાસિયત વિશે જાણીએ.

Miyazaki કેરી ની ખાસિયતો

આમ તો આપણે સામન્ય રીતે કેસર કેરી, હાફૂસ કેરી ,લંગડો કેરી જેવી કેરીની જાતો ના નામ સાંભાળ્યા હશે. પરંતુ આજે આપણે Miyazaki કેરી ની વાત કરીશુ. જેની ખાસિયતો નીચે મુજબ છે.

Miyazaki કેરીનો રંગ

The most expensive mango: આ કેરી આપણા ભારત દેશમાં ઉગાડવામાં આવતી કેરીની જાત જેવી સિંદુરિયા રંગ જેવી જ છે. સિઝનના મધ્યમાં અહીં સામાન્ય માર્કેટમાં આ કેરી આવી જાય છે. આ કેરી દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે, આ કેરી પોતાના સ્વાદ માટે નહીં પરંતુ કિંમતના કારણે જાણીતી બની છે.

કિંમત miyazaki mangos

જો સ્વાદની વાત કરીએ તો, આપણા દેશમાં કેસર,હાફૂસ,લંગડા, દશેરી અને આલ્ફોન્સો જેવી કેરીની જાતો પ્રખ્યાત છે. પરંતુ, આજે આપણે જે Miyazaki વેરાયટી વિશે જાણવા જઈ રહ્યા છીએ તેની કિંમત 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલો જેટલી છે. આમ તો આ માન્યા મા ન જ આવે તેવી વાત છે. અને આ કેરીનુ ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે.

ઉત્પાદન

આ કેરી ની જાતને Miyazaki કેરી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કેરીના ઉત્પાદનની બાબતમાં આપણો દેશ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ, આ Miyazaki કેરીના નામની પાછળ તેના ઉત્પાદન થતા પ્રદેશની ઓળખ છુપાયેલી છે. આ કેરીની ખેતી જાપાનના ક્યુશુ પ્રદેશના મિયાકાજી શહેરમાં કરવામા આવે છે. તેથી જ તેનું નામ Miyazaki કેરી તરીકે ઓળખવામા આવે છે.

વજન અને તેમાથી મળતા તત્વો

જાપાનીઝ આ Miyazaki કેરીનું વજન લગભગ 350 ગ્રામ જેટલુ હોય છે અને તેમાં લગભગ 15 ટકા જેટલુ શુગર હોય છે. હવે દુનિયાની સૌથી મોંઘી કેરીના ભાવ પર નજર કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમા તેની કિંમત પ્રતિ કિલો 3 લાખ રૂપિયા જેટલી બોલાય છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં તે Miyazaki કેરીને 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામા આવી હતી.

રંગમા તફાવત

સામાન્ય કેરી અને આ Miyazaki કેરીના રંગમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. વિશ્વમાં કેરી મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં ઉત્પાદન કરવામાં આવે છે. ભારત સહિતના અન્ય દેશોની તમામ કેરીની જાતોનો રંગ મુખ્યત્વે પીળો અને લાલ જોવા મળે છે. પરંતુ, આ જાપાનીઝ Miyazaki કેરી નો રંગ જાંબલી જેવો હોય છે. જાપાનના Miyazaki લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા મુજબ આ Miyazaki કેરીનું ઉત્પાદન એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન થાય છે.

પોષકતત્વોથી ભરપૂર હોય છે આ Miyazaki કેરી

આ Miyazaki કેરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. એટલે જ તેની કિંમત ખૂબ ઉંચી જોવા મળે છે. Miyazaki લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીમાં વિશેષ પોષક તત્વો હોય છે. આ કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ બીટાકેરોટીન અને ફોલિક એસિડ જેવા ઉપયોગી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોની રોશની માટે આ કેરીને ખૂબ જ ઉતમ માનવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Miyazaki Mangos
Miyazaki Mangos

મિયાઝાકી કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

આ કેરીનુ ઉત્પાદન જાપાન દેશમા થાય છે.

Leave a Reply