World's largest swimming pool

World’s largest swimming pool: વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પુલ,છે 1 કિમી જેટલો લાંબો

World’s largest swimming pool: હાલ ગરમી ની સિઝન ચાલી રહી છે અને સાથે વેકેસન, પણ આ ગરમી માં લોકો બહાર ફરવાને બદલે ઠંડક મળે ત્યાં રહેવાનુ પસંદ કરતાં હોય છે. તેવામાં તરવાના શોખીન લોકો નદી તથા સ્વિમિંગ પુલ માં નહાવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ ઉનાળાને લીધે હાલ નદીઓમાં તોએટલું પાણી હોતું નથી જેથી કરી લોકો સ્વિમિંગ ફૂલમાં નાહવાની મજા માનતા હોય છે. ત્યારે તમે ક્યારેય એવું વિચાર્યું છે કે વિશ્વનો સૌથી મોટો સ્વ્મિંગ પુલ ક્યો છે કેવડો મોટો છે? ટો ચાલો જાણીએ આ વિશ્વ ના સૌથી મોટા સ્વિમિંગ પુલ બાબતે.

તરવાના શોખીન લોકો માટે

જે લોકો નદી નાળા તથા સમુદ્રમાં તરવાથી બીક લાગતી હોય છે, તેવા લોકો સ્વિમિંગ પુલમાં જઈ પોતાની ઈચ્છાને પુરી કરી લેતા હોય છે. સ્વિમિંગ પૂલ કદમાં નાનો હોય છે, જેથી તેમાં દુર્ઘટના થવાનો ખતરો પણ ઓછો હોય છે અને સુરક્ષિત માહોલ લાગતો હોય છે. પણ વિશ્વમાં એક એવો પણ સ્વિમિંગ પૂલ છે, જેમાં જતા લોકોને બીક લાગે છે. કારણ કે તે એટલો મોટો છે, કે જો આપ ઊભા રહીને પોતાની નજર દોડાવશો તો, આ એક જ પૂલ દેખાશે.બીજું કઈ નહીં. તે world’s largest swimming pool વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પુલ છે.

આ પણ જુઓ: અગત્યના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp થી, ખાલી Hi લખી મેસેજ કરો આ નંબર પર; જાણો પુરી માહિતી

ક્યાં આવેલો છે આ સ્વિમિંગ પુલ

આ સ્વિમિંગ પુલ ચિલીના એલગારોબોમાં આવેલ સૈન એલફોન્સો ડેલ માર નામનો રિસોર્ટ ખૂબ જ પ્રખ્યાત છે. પણ તેનાથી પણ વધારે પ્રખ્યાત છે આ રિસોર્ટનો સ્વિમિંગ પૂલ. રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ એ બહુ મોટી વાત છે. ત્યાં આવતા મહેમાનો તેમાં આવીને નાહવાની મજા માણે છે અને સમય વિતાવી એન્જોય મેંટ કરે છે. પણ ચિલીના આ રિસોર્ટની વાત કરીએ તો, તેનો સ્વિમિંગ પૂલ એટલો બધો મોટો છે કે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં પણ નોંધાયેલ છે.

કેટલા એકરમાં ફેલાયેલ છે આ સ્વિમિંગ પુલ

લક્ઝૂરી લોન્ચેજ વેબસાઈટના રિપોર્ટ્સ મુજબ આ સ્વિમિંગ પૂલ 80 એકરમાં ફેલાયેલો છે અને 1 કિમીથી પણ વધારે મોટો છે આ સ્વિમિંગ પુલ. આ પૂલનો સૌથી ઊંડો ભાગ 115 ફુટ જેટલો ઊંડો છે. આપને જાણીને નવાઈ આશ્ચર્ય થશે કે ,આ સ્વિમિંગ પૂલમાં 66 મિલિયન ગૈલન પાણી રહેલું છે. કમ્પ્યુટરથી સંચાલિત આ સક્શન અને ફિલ્ટ્રેશન સિસ્ટમથી પૂલની સફાઈ કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા મહાસાગરમાંથી પાણી ખેંચીને પૂલમાં લાવે છે અને તેની સફાઈ કરે છે.

આ પણ જુઓ: જાપાનમા થતી વિશ્વની સૌથી મોંઘી કેરી,2 કિલો કેરીમાં ફોર વ્હીલ આવી જાય

આ સ્વિમિંગ પુલ બનાવવામાં કેટલો ખર્ચ આવ્યો?

ક્રિસ્ટલ લૈગૂનના નામથી પ્રખ્યાત આ સ્વિમિંગ પૂલનો આકાર 16 ફુટબોલના મેદાન થાય તેનાથી પણ મોટો છે. આ સ્વિમિંગ પૂલ 16 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તો આ સ્વિમિંગ પુલને વર્ષ 2006 માં લોકો માટે આ પૂલ ખોલવામાં આવ્યો હતો. આ પૂલમાં આમ લોકો નથી જઈ શકતા. ફક્ત રિસોર્ટમાં રોકાતા લોકો જ તેમાં જઈ અને તેનો આનંદ માણી શકે છે. આ પૂલને ચારે તરફથી સુરક્ષિત કરવામાં આવ્યો છે, જે દુર્ઘટનાને રોકી શકે છે. આપ આ પૂલને એક છેડેથી બીજા છેડ જઈ શકશો નહીં. એટલો મોટો છે આ સ્વિમિંગ પુલ.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
World's largest swimming pool
World’s largest swimming pool

વિશ્વનો આ સ્વિમિંગ પુલ કેટલા કિમી લાંબો છે?

1 કિમી

આ સ્વિમિંગ પુલ કેટલો ઊંડો છે?

115 ફૂટ

આ સ્વિમિંગ પુલ ક્યાં આવેલો છે?

ચીલી માં

આ સ્વિમિંગ પુલ બનાવવા કેટલો ખર્ચ આવ્યો હતો?

16 હજાર

આ સ્વિમિંગ પુલ લોકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો?

2006 થી

Leave a Reply